ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને “એડિપ યોજના અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર આહવા અને ઓલીમ્કો, ઉજ્જૈન દ્વારા ડાંગ જિલ્લાના તમામ દિવ્યાંગજનો અને વૃદ્ધજનો માટે “એડિપ યોજના અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ સાધન સહાય માટે આંકલન અને તપાસણી કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જિલ્લામાં વધુમા વધુ દિવ્યાંગજનો અને વૃધ્ધજનોને લાભ મળી રહે તે માટે સુચારૂ સંચાલન અને વ્યવસ્થા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, જનરલ હોસ્પિટલ, આહવા, વઘઇ અને સુબિરના તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ મામલતદારો ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જિલ્લા શિક્ષણાધિકારી, આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર, અમેરિકન ફાઉન્ડેશન, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અને વર્લ્ડ વિઝન ઓર્ગેનાઇઝેશનના કો-ઓર્ડિનેટર ને અપીલ કરી હતી. તારીખ 1 નવેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ-આહવા, 2 નવેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઇ, તેમજ 3 નવેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-સુબીર ખાતે કેમ્પ નુ આયોજન કરવામા આવેલ છે.
ઉલ્લેખનીય છે કે,એડિપ યોજના અંતર્ગત 40 % થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો માટે ખાસ કૃત્રિમ હાથ- પગ, વ્હિલ ચેર,સીપીચેર,ટ્રાઇસિકલ,ઇલેક્ટ્રિક મોટર સાઇકલ,ઘોડી,કેલીપર્સ,વોકિંગ સ્ટીક,મોબાઇલ,ડેજિ પ્લેયર, સાંભળવાનુ મશીન, એમ આર કીટ મળવા પાત્ર છે.
જ્યારે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો માટે ચશ્મા, સાંભળવાનુ મશીન, લાકડી, વોકર, ઘોડી, વ્હિલચેર મળવા પાત્ર થાય છે.લાભાર્થીઓએ આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ લેવા માટે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો,ઉંમર અંગેનો દાખલો,પાસપોર્ટ સાઇઝના 2 ફોટો તેમજ દિવ્યાંગજન માટે દિવ્યાંગ સર્ટિફિકેટ/ UDID કાર્ડ રજુ કરવા માટે અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590