Latest News

આગામી ૯મી ઓગસ્ટના રોજ તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Proud Tapi 03 Aug, 2023 03:01 PM ગુજરાત

આગામી ૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ છે.જેની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના ગુણસદા ખાતે રીતે થનાર છે.  જેના ઉપલક્ષ્યમાં તાજેતરમાં જિલ્લા કલેક્ટર ડૉ.વિપીન ગર્ગ ના અધ્યક્ષ સ્થાને તથા જિ.પં.પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહન કોંકણી, ધારાસભ્ય ડો.જયરામ ગામીત, સહિત જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કલેકટરે  સૌને જણાવ્યું હતું કે, તાપી જિલ્લો બાહુલ આદિવાસી જિલ્લો છે. અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી  પોતે તાપી જિલ્લામાં આવનાર હોય આ દિવસની ઉજવણી દિવ્ય અને ભવ્ય સ્વરૂપે થાય તેવો પ્રયાસ આપણા સૌનો હોવો જોઈએ. તેમણે સમગ્ર જિલ્લામાં ઉત્સવનો માહોલ સર્જાય તેવું આયોજન કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમ બાબતે તમામ વિભાગોને લાભાર્થીઓને લાવવા-લઈ જવા અંગે, લાભાર્થીઓના ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવા અંગે, તથા પાર્કિગની વ્યવસ્થા, સ્ટોલની વ્યવસ્થા,મુખ્યમંત્રીના હસ્તે થનાર ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવી બાબતો અંગે વિગતવાર આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સ્ટેજના લાભાર્થીઓ, મંડપની વ્યવસ્થા, ઇલેક્ટ્રીસીટી, મીડિયા ની વ્યવસ્થા,બસની વ્યવસ્થા જેવી આનુસાંગિક બાબતો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post