સોનગઢ તાલુકાના ઉખલદા ખાતે ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ ની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કક્ષાનો 'એક તારીખ, એક કલાક' મહા શ્રમદાન કાર્યક્રમ યોજાશે
'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.જે અન્વયે તાપી ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ ના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
તાપી જિલ્લામાં આગામી ૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી 'એક તારીખ, એક કલાક' મહા શ્રમદાન કાર્યક્રમ આદિજાતિ વિકાસ, શ્રમ-રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ ની ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકાના ઉખલદા ખાતે યોજાશે.
આ ઉપરાંત તાપી જિલ્લામાં વિવિધ આરોગ્ય કેન્દ્રો/ આંગણવાડીઓ/ શાળાઓ /વિવિધ કચેરીઓ ના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે પણ સ્વચ્છતા અભિયાન માટે શ્રમદાન નું આયોજન કરવામાં આવશે. સંપૂર્ણ શ્રમદાન 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ ની જગ્યાએ લઈ જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ કાર્યક્રમના આયોજન અંગે જણાવ્યું હતું કે,તા.૨ જી એ મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલન ની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેને અનુલક્ષીને ૧લી ઓક્ટોબરે સમગ્ર દેશમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લા માંથી વધુમાં વધુ નાગરિકો આ મહા અભિયાનમાં સહભાગી થાય તથા લોકો સ્વચ્છતા ને એક સારી ટેવ તરીકે અપનાવે તેવા સક્રિય પ્રયાસો આપણા જિલ્લાના હોવા જોઇએ. તેમણે શ્રમદાનના આ ભગીરથ કાર્યમાં ધારાસભ્યો , જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો , ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ માટે તથા આ ઉમદા કાર્યમાં તમામ તાપીવાસીઓ ઉત્સાહપૂર્વક દરેક પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590