ગુજરાતમાં સ્વચ્છતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત ૮ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.જેમાં ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોને વિવિધ બાબતો અંગે સ્વચ્છતા જાળવવા જાગૃતિ ફેલાવી રહ્યા છે.આ અભિયાન અન્વયે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામમાં સખી મંડળની બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને તેની જગ્યાએ કાપડ કે કાગળનો ઉપયોગ કરવા અંગે બેઠક યોજી જાગૃત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590