ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ કાકાના દીકરા ઉપર ચાવી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજપીપળામાં તમે અમારા બાપદાદાની જમીનમાં ભાગ અમને કેમ નથી આપતા એમ કહી ગાળો બોલી રહેલા શખ્સને ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ કાકાના દીકરા ઉપર ચાવી વાળી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી ભૂમિરાજસિંહ નરેન્દ્રસિંહના કાકાના દીકરા હેમરાજસિંહ પ્રદિપસિંહ ગોહિલ તા.29/10/2023 ના સાંજના પોણા આઠ વાગે ફરિયાદીના ઘરે આવી તમે વડીલો પાર્જીત જમીનમાં ભાગ કેમ નથી આપતા ? એમ કહી ફરિયાદીના પત્ની તથા માતા પિતાને માં બેન સમાણી ગાળો બોલતો હતો.
જેથી ફરિયાદીએ ત્યાં આવી આરોપીને ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલી ચાવી ફરિયાદી કાનના ભાગે મારી લોહી લુહાણ કરી નાખ્યાં હતાં આ દરમિયાન ફરિયાદીના પત્ની તેમજ માતા પિતા તથા સોસાયટીના લોકોએ દોડી આવી ફરિયાદી બચાવી લીધા હતા, અને આરોપીએ આજે તો બચી ગયો પણ બીજી વાર મળ્યો તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી.
આ સંદર્ભે ભૂમિરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલે આરોપી હેમરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590