૨૬-વલસાડ (એસ.ટી.)લોકસભા મતદાર વિભાગ અંતર્ગત આવતી ૧૭૩-ડાંગ (એસ.ટી.) વિધાનસભા મતદાર વિભાગની રસપ્રદ માહિતી સાથે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મીડિયા સેન્ટર કાર્યાન્વિત કરાયુ છે.
ડાંગ જિલ્લાના પ્રજાજનો, મીડિયાકર્મીઓ, અભ્યાસુ, જિજ્ઞાસુઓ, સહિત ચૂંટણીલક્ષી જાણકારી મેળવવા ઇચ્છતા પ્રબુદ્ધ નાગરિકોને આ મીડિયા સેન્ટરની મુલાકાત લેવા જિલ્લા ચૂંટણી તંત્રે અનુરોધ કર્યો છે.જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ,જિલ્લા માહિતી કચેરી (પી.ડબ્લ્યુ.ડી.કોલોની, ચિલ્ડ્રન હોમની બાજુમાં),આહવા ખાતે સમય :સવારે ૧૦:૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી (જાહેર રજાના દિવસે મીડિયા સેન્ટર બન્ધ રહેશે) પ્રજાજનો આ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ,ડાંગ જિલ્લાની ચૂંટણીલક્ષી જાણકારી મેળવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590