રાજપીપળા જિલ્લા જેલ ખાતે કેદની સજા ભોગવી રહેલા અને 14 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય , જેલમાં સારી વર્તણુક કરનાર કેટલાક કેદીઓને રાજપીપળા જિલ્લા પાકા કેદીઓને જેલ મુક્ત કરાયા હતા. અને પોતાના પરિવાર સાથે બાકીનું જીવન વ્યતીત કરે તેવા હકારાત્મક અભિગમ સાથે કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
રાજપીપળા જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા અને ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલ,જેલમાં સારી વર્તણુક ધરાવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ પુનઃવસન, પુનઃસ્થાપનના ભાગરૂપે સમાજમાં જઇ પોતાના પરીવાર સાથે બાકીનું જીવન વ્યતિત કરે તેવા હકારાત્મક અભિગમ સાથે રાજપીપળા જીલ્લા જેલના પાકા કેદી કન્દુ વેસ્તા ધાણુકની બાકીની સજા માફ કરવામાં આવે તે માટે સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા સી.આર.પી.સી.ની કલમ ૪૩૨ મુજબ જેલમુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેદીને શરતોને આધિન તા. ૨૨/૩/૨૦૨૪ ના રોજ જેલ મુકત કરવામાં આવેલ છે.તેમજ કેદીની પી.પી.સી.ખાતામાં જમા રોકડ રકમ ચુકવામાં આવી હતી તથા પોસ્ટ બચત ખાતાની પાસબુક આપવામાં આવી હતી.જેલમુક્ત થયા બાદ સમાજમાં સારા વ્યક્તિ બની બાકીનું જીવન સુખ-શાંતીથી પસાર કરી સમાજમાં ઉપયોગી થાય તેવી આશા સાથે ધાર્મિક પુસ્તક ભગવદ ગીતા અર્પણ કરી પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590