Latest News

તાપી જિલ્લામાં સર્પદંશ ચિકિત્સા જાણકારી શિબિર યોજાઈ

Proud Tapi 03 Sep, 2023 04:36 AM તાપી

જિલ્લામાં સર્પદંશ ની ઘટના બાદ ઘણા લોકો હોસ્પિટલને બદલે ભુવા-ભગત પાસે લઈ જતા હોવાથી તેઓને પોતાના સ્વજન નું અમૂલ્ય જીવન બચાવવા તાત્કાલિક નજીકના સરકારી દવાખાને  સારવાર માટે લઈ જવા જરૂરી : વી એન શાહ

તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આરોગ્ય  વિભાગ, જિલ્લા પંચાયત તાપી અને વન વિભાગ વ્યારા ના સંયુક્ત ઉપક્રમે તથા સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત અને મીડિયા પાર્ટનર તાપી સમાચાર સાપ્તાહિક ના સહયોગથી સર્પદંશ ચિકિત્સા જાણકારી શિબિર યોજાઇ હતી.

આ પ્રસંગે તાપી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીઓને તેમજ સ્થાનિક તબીબી અધિકારીઓને સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ઓફિસ ડેપ્યુટી વન સંરક્ષક વલસાડ અને  સાઈનાથ હોસ્પીટલ ધરમપુરના ડૉ.ડી.સી.પટેલ દ્વારા સ્નેક બાઈટ ટ્રીટમેન્ટ અવેરનેસ ની તાલીમ આપવામાં આવી હતી.  

આ કાર્યક્રમમાં ડૉ.ડી.સી.પટેલે ઝેરી અને બિનઝેરી સાફ ની ઓળખ અંગે, સાપ કરડે તો આપવાની પ્રાથમિક સારવાર અને આરોગ્ય લક્ષી જરૂરી સારવાર અંગે વિગતવાર  માહિતી આપી હતી. તથા સાથે ઉમેર્યું હતું કે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમન ૧૯૭૨ હેઠળ સાંપને પકડવો, મારવો કે તેની સાથે કોઇ પણ રીતના ચેડા કરવા તેમજ તેની સાથે ફોટોગ્રાફી કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવું ગંભીર ગુનો ગણાય છે.

જિલ્લા કલેક્ટર વી.એન.શાહે આ પ્રસંગે તમામને અભિનંદન પાઠવતા આ પ્રકારની વધુમાં વધુ તાલીમો યોજવા અને નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું. તેમણે સૌ ડોક્ટર્સને ખાસ જણાવ્યું હતું કે, આ તાલીમ મેળવ્યા બાદ તાપી જિલ્લામાં સર્પદંશથી કોઈનું મૃત્યુના થાય તેવા પ્રયાસો આપણા હોવા જોઇએ. તેમણે આ તાલીમ અંગે દરેક પીએચસી સીએચસીના તમામ કર્મચારીઓને આ અંગે માર્ગદર્શન આપવા અને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. તથા જિલ્લામાં સર્પદંશની ઘટના બાદ ઘણા લોકો હોસ્પિટલને બદલે ભુવા-ભગત પાસે લઈ જતા હોવાથી તેઓને પોતાના સ્વજન નું અમૂલ્ય જીવન બચાવવા તાત્કાલિક નજીકના સરકારી દવાખાને  સારવાર માટે લઈ જવા જરૂરી છે એમ ઉમેર્યું હતું.

પત્રકારત્વની સાથે સાથે વર્ષોથી જીવદયાની સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત અને સમગ્ર કાર્યક્રમના આયોજન માટે નું બીડું ઉઠાવી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આયોજન કરનાર અલ્પેશ દવે તાપી જિલ્લામાં વધતા સર્પદંશના કેસોને પગલે નાગરિકોને આ અંગે જાગૃત કરવા આ અભિયાન ઉપડ્યા અંગે માહિતી આપી હતી. તથા આગામી સમયમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ સર્પદંશ ચિકિત્સા અંગે જાગૃતિ શિબીરો યોજવા અંગે જિલ્લા તંત્રને અનુરોધ કરી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.તાલીમ બાદ તમામ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post