આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ અંતર્ગત તૃણધાન્ય પાકોનું મહત્વ નિષ્ણાતોએ સમજાવ્યું
લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં મિલેટ ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જન જાગૃતિ ફેલાય તથા લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે જિલ્લા ખેતીવાડી કચેરીના ઉપક્રમે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના શિક્ષણ સહકાર ભવન ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતોએ ધાન્યપાકોના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીએ વિવિધ ધાન્ય પાકોની જાણકારી આપી તેના ફાયદાઓ જણાવ્યા હતા. આ ઉપરાંત કૃષિ તજજ્ઞ અને પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી જમીન અને લોકોના આરોગ્ય માટે ધાન્ય પાકોનું મહત્વ અને ઉત્પાદન વિશે જાણકારી આપી હતી.જેમાં મિલેટસ પાકો અને પ્રાકૃતિક ખેતી અંગે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એન.જી.ગામીત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિલેટસ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે તાપીના વડા ડૉ.સી.ડી.પંડ્યાએ માર્ગદર્શન જયારે કેવીકેના વિષય નિષ્ણાંત ડો.અર્પીત ઢોડિયા દ્વારા પ્રાકૃતિક ખેતી પાકોનું બજાર વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ સ્વાગત પ્રવચન થકી મિલેટ્સ ફેસ્ટીવલ અંગે જાણકારી આપી હતી. જેમાં મિલેટસના રોજીંદા જીવનમાં મહત્વ અંગે સમજ કેળવી હતી.તથા એવા અનાજ જેના ઉપયોગ થકી શરીરને ખરેખર પોષણ મળે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્મામિત કરાયા હતા.આ સાથે વિવિધ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે એસેટ વિતરણ કરવામાં આવ્યા હતા.તેમજ તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોના સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
નોંધનિય છે કે,આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ ગૌણ ધાન્ય જેવા કે, બાજરો,રાગી/નાગલી,જુવાર,કોદરા,મોરૈયો,કાંગ,સામો વગેરે ધાન્ય પાકોનું ઉત્પાદન વધે અને ઉત્પાદકતા વધે,ખેડૂતોની આવકમાં વધારો થાય તથા જમીન, માનવ આરોગ્ય અને પર્યાવરણ ઉપયોગી ફાયદાઓ પ્રત્યે ખેડૂતો તથા જન સમુદાયમાં જાગૃતતા આવે તે માટે તૃણધાન્યોનો ઉપયોગ જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590