તા. ૧૬ મી ફેબ્રુઆરી સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન યોજાશે
ડાંગ જિલ્લામાં પ્રસંગોપાત ખાલી પડેલ જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટેનું તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર હોય મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટે પુરૂષ ૭૧૯૨, સ્ત્રી ૭૦૬૪ અને અન્ય ૧ મળી કુલ ૧૪૨૫૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ૧૬ મી ફેબ્રુઆરી ના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે. તેમજ મત ગણતરી તારીખ ૧૮ ફેબ્રુઆરી ના રોજ થનાર છે.
આ બેઠકમાં સંવેદનશીલ/અતિ સંવેદનશીલ મતદાન મથક કુલ ૧૦ છે. જ્યારે શેડો એરીયાના કુલ ૪ મતદાન મથકો મળી અન્ય મતદાન મથકો જે કુલ ૨૨ મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ છે. મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે જિલ્લામાં કુલ- ૧૫૩ મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ૨૫ પ્રિસાઈડીંગ ઓફિસર, ૨૫ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, ૨૫ પોલિંગ ઓફિસર-૦૧, ૨૮ પોલિંગ ઓફિસર-૦૨, ૨૫ લેડીઝ પોલિંગ ઓફિસર અને ૨૫ જેટલા સેવકોનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટેની મતગણતરી મામલતદાર કચેરી સુબિર તાલુકા સેવા સદન ખાતે રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590