Latest News

સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ-આહવા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Proud Tapi 31 Oct, 2023 11:48 AM ગુજરાત

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ ની વિવિધ પ્રવૃત્તિઓનું અસરકારક અમલીકરણ થાય તથા વધુમાં વધુ યુવા મતદારો નોંધાયા, અને મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે ગત તા.૩૦/૧૦/૨૦૨૩ થી તા.૦૪/૧૧/૨૦૨૩ દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે, કેમ્પસ એમ્બેસેડર તથા વિદ્યાર્થીઓ માટે વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અન્વયે આહવાના પ્રાંત અધિકારી-વ-મતદાર નોંધણી અધિકારી પ્રિતેશ પટેલ, અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.કે.ખાંટની અધ્યક્ષતામાં તા.૩૦/૧૦/૨૦૨૩ના રોજ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, આહવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા જાગૃત મતદાર જ, મજબુત લોકતંત્રનું નિમાર્ણ કરી શકે છે તેમ જણાવી, યુવા વયના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને મતદારયાદીમાં નામ નોંધાવવા અપીલ કરી હતી. દરમિયાન ચૂંટણી મામલતદાર દ્વારા કોલેજના યુવા વિદ્યાર્થીઓને VOTER HELPLINE એપના ઉપયોગ,અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આગામી તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીના વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા ના નિયત કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર), તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર), અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ તરીકે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજવાનું આ અગાઉ નક્કી કરવામાં કરવામાં આવ્યું હતું.જે પૈકી તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર)ના  બદલે હવે તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર)ના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે, અને અન્ય તારીખો યથાવત રાખવામાં આવી છે. જે અંગે પણ ઉપસ્થિત તમામને જાણકારી આપવામાં આવી હતી.

આ દિવસોએ મતદારયાદીમાં નવું નામ નોંધાવવા, નામ કમી કરાવવા કે ચૂંટણી કાર્ડ માં જરૂરી સુધારા વધારા કરાવવા સંબંધિત મતદાન મથકના બી.એલ.ઓ.નો સંપર્ક સાધવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ચૂંટણી મામલતદાર  મેહુલ ભરવાડ, મામલતદાર આહવા બી.આર.ચાવડા, તેમજ કોલેજના પ્રિન્સીપાલ યુ.કે.ગાંગુર્ડે અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post