ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ મંગળવારે લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા છટકું હાથ ધર્યું હતું. અમદાવાદ શહેર પોલીસના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાયમંડ પોલીસ સ્ટેશનની અંદર ACBએ છટકું ગોઠવીને મહિલા PSI અને એક કોન્સ્ટેબલને 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે.
એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનના ડાયમંડ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જે.એસ. રાવલ અને કોન્સ્ટેબલ અને રાઈટર રિંકુ પટણી (35)ને એક હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. ફરિયાદના આધારે એસીબીએ મંગળવારે ડાયમંડ પોલીસ ચોકીમાં છટકું ગોઠવીને બંને આરોપીઓને પકડી લીધા હતા.
એસીબી હેઠળ બંને સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મારપીટનો ગુનો નોંધવામાં આવ્યો છે, આ કેસમાં પોલીસે તેની બાઇક પણ કબજે કરી લીધી છે. ફરિયાદીએ બાઇક છોડાવવા કોર્ટમાં અરજી કરી છે. મહિલા પીએસઆઈ રાવલ અને ચોકીના રાઈટર રીંકુએ બાઇક છોડાવવા અંગે કોર્ટમાં પોઝીટીવ રીપોર્ટ આપવાના બદલામાં બે હજારની લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. એક હજાર રૂપિયા લઈ ચૂક્યા હતા. બાકીના એક હજારની માંગણી કરતા હતા.
ફરિયાદી આ રકમ ચૂકવવા માંગતા ન હતા, જેના કારણે તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ મંગળવારે છટકું ગોઠવ્યું હતું. પોસ્ટ પર જ કોન્સ્ટેબલે લાંચની વાત કરી અને લાંચની રકમ સ્વીકારી. જેના આધારે એસીબીની ટીમે કોન્સ્ટેબલ અને મહિલા પીએસઆઈને પકડી લીધા હતા. બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590