ડાંગ જિલ્લાના નડગખાદી ગામની સીમા મોટરસાયકલ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં આવેલ દિવાલ સાથે અથડાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવક 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર,ડાંગ જિલ્લાના નડગખાદી ગામની સીમમાંથી પસાર થતા આહવા - વઘઇ માર્ગ ઉપરથી પ્રતીક પટેલ (રહે.લવચાલી તા.આહવા જી.તાપી) પોતાના કબજા ની મોટરસાયકલ રજી. નં.GJ -16-CG-6319 પર સવાર થઈને જઈ રહ્યો હતો. ત્યારે રાત્રીના 9.30 વાગ્યાની આસપાસ સામેથી આવતા વાહનોના લાઇટનો પ્રકાશ યુવક પર પડતા, મોટરસાયકલ ની સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રસ્તાની બાજુમાં આવેલ દિવાલ સાથે મોટરસાયકલ અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવક 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગયો હતો.યુવકને શરીરે ઇજાઓ પહોંચતા, સ્થાનિક લોકોએ તેની મદદ કરી તાત્કાલિક આહવા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590