નર્મદા નદીમાં આવેલ પુરથી ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં વસતા ગામો અસરગ્રસ્ત થયા હતા, તાલુકાના ઇન્દોર પાણેથા તરસાલી ઓરપટાર ,ટોઠીદ્રા જુનાપરા જેવા અનેક વિસ્તારોમાં લોકોના મકાનો પાણીમાં ગરકાવ થવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તેમજ ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાવાથી નુકસાન થયું હતું. ઝઘડિયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે આવ્યા હતા, અને અનાજ ની કીટનું વિતરણ કરી પુર અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષા એ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તંત્રની બેદરકારીના કારણે આ પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી તેમ કહી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590