સુરત : સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ ગોઠવી મહિલા PSI, ASI અને એક વચેટિયાને રૂપિયા 63 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. પૈસાની લેતીદેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી.ફરિયાદી લાંચ આપવા માગતો ન હોય જે અંગે ફરિયાદી એ એસીબીમાં ફરિયાદ કરી હતી.જે બાદ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં મહિલા PSI, ASI અને એક વચેટિયાને રૂપિયા 63 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી વાંધૂ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ
(૧) એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી)હોદો – વુ.પો.સ.ઇ. વર્ગ-૩ નોકરી- હીરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત
(૨) નવનીતકુમાર હમીરભાઇ જેઠવા હોદો- એ.એસ.આઇ. વર્ગ-૩ નોકરી- હીરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત
(૩) માનસિંહ રામભાઇ સિસોદિયા ખાનગી વ્યકિત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590