IAS,IPS,IFS કેડરમાં ટ્રેનીંગ મેળવતા ૧૪ જેટલા અધિકારીઓએ “આદિવાસીઓનું જીવન અને આજીવિકા" થીમ ઉ૫૨ તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા અને રાયગઢ ગામોની મુલાકાત લીધી
ક્ષેત્રીય અભ્યાસ અને સંશોધન કાર્યક્રમ અંતર્ગત IAS,IPS,IFS કેડરમાં ટ્રેનીંગ મેળવતા અધિકારીઓની “આદિવાસીઓનું જીવન અને આજીવિકા" થીમ ઉ૫૨ તા.૨૬/૦૮/૨૦૨૩ થી તા.૦૩/૦૯/૨૦૨૩ દરમિયાન તાપી જિલ્લાના ગ્રામીણ જીવનના સામાજિક અને આર્થિક વાસ્તવિકતાના અભ્યાસ અર્થે ટુર પ્રોગ્રામનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જે અન્વ્યે તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા અને રાયગઢ ગામોની મુલાકાત લઇ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે અને ગ્રામીણ જીવનશૈલી અંગે તાલીમાર્થી અધિકારીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ સાથે પોતાના ક્ષેત્રીય અભ્યાસ દરમિયાન વિવિધ યોજનાઓ અંગે કરેલ સમીક્ષા અને અનુભવો બાબતે આજરોજ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર વી.એન.શાહ ના અધ્યક્ષસ્થાને ડીબ્રિફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આઇએએસ,આઇપીએસ તથા આઇએફએસ કેડરના વિવિધ અધિકારીઓએ પ્રેઝનટેશન રજુ કરી વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન,પીએમ કિસાન સન્માન નિધિ,આયુષ્માન ભારત યોજના,મિશન મંગલમ યોજના,આઇસીડીએસ, એકલવવ્ય મોડલ સ્કુલ,વન બંધુ કલ્યાણ યોજનાઓ જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી.
લાભાર્થીઓ સાથે ચર્ચાઓ કરી વિવિધ કચેરીની કાર્ય પધ્ધતિ,ઇન્ફ્રાસ્ટ્રકચર,સાધન સુવિધાઓ અંગે જાત નિરિક્ષણ કર્યું હતું.ટીમ દ્વારા અનુભવ કરાયેલ વિવિધ બાબતો અંગે બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જિલ્લા તંત્રને વધુ સુદ્રઢ બનાવવા પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.આ સાથે અધિકારીઓએ તાપી જિલ્લામાં જિલ્લા તંત્રની કામગીરીની સરાહના કરતાં વિવિધ બાબતો અંગે સરાહના કરી પોતાની તાલીમ માં ઘણું શીખવા મળ્યું તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.
જિલ્લા કલેક્ટર વી.એન.શાહે તાલીમાર્થી અધિકારીઓ દ્વારા રજુ કરેલા સુઝાવો અંગે જિલ્લા તંત્ર ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરશે એમ ખાતરી આપી હતી.આ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત માં આટલી ઝીણવટભરી નજર તાલીમાર્થીઓ ધરાવે છે એમ જણાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત ભવિષ્યના અધિકારીઓને પોતાની પાસે આવતા કોઇ પણ ટ્રેઇનીને વધુમાં વધુ ઇનપુટ મળે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.બેઠકમાં તાલીમાર્થી અધિકારીઓને તાપી જિલ્લા તંત્ર વતી મોમેન્ટો આપી ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા.
તાલીમાર્થીઓના ટુરના નોડલ નિઝર પ્રાંત અધિકારી જય કુમાર રાવલે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, ડીવાયએસપી સી.એમ.જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590