આહવા તાલુકાના માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ના વળાંક પાસે આઈસર ટેમ્પો પલટી મારી ગયો હતો અને ઇકો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી આઈસર ટેમ્પો રજી. નં. MH -46-BB- 9643 પસાર થઈ રહ્યો હતો.ત્યારે તેના ચાલકે ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લેતા માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નો યુ ટર્ન પર ટેમ્પો પલટી ખાઇ ગયો હતો.ત્યારે આઈસર ટેમ્પો અને ઇકો ગાડી રજી. નં. GJ -01-KX-0255 ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.અને ઇકો ગાડી સંરક્ષણ દીવાલ પર લટકી ગઈ હતી.અકસ્માતમાં સવિતા રમણ પટેલ (રહે.દરવાજા થામણા તા. ઉમરેઠ જી. આણંદ હાલ રહે.અમેરિકા)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સાપુતારા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590