તાપી જિલ્લા એલસીબીએ વાલોડ તાલુકાના મોટી વેડછી ગામમાંથી કારમાં ગેરકાયદેસર લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે કારમાં સવાર બે ઈસમો નાસી છૂટ્યા હતા.તેમજ પોલીસે કુલ કિંમત રૂપિયા ૩,૪૫,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો વાલોડ વેડછી સર્કલ ઉપર વાહન ચેકીંગ કરતા હતા,તે વેળાએ વેડછી ગામ તરફથી એક રીર્ટઝ કાર પુર ઝડપે આવતા તેને રોકવાનો ઇશારો કરવામાં આવતા,કાર ચાલકે સર્કલ પહેલાના ડીવાઇડર ઉપરથી પોતાની કાર પરત વાળી પરત વેડછી ગામ તરફ પરત હંકારી જતા એલ .સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ તેનો પીછો કર્યો હતો. ત્યારે કાર ચાલકે મોટી વેછડી ગામની પ્રાથમિક શાળાના સામે રોડ ઉપર કાર રાખી, કારમાં સવાર બંને ઈસમો નાસી છૂટયા હતા.પોલીસે રીર્ટઝ કાર રજી. નં.GJ-21-AA-4518 ની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૪૫,૨૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૨ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૪૫,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વાલોડ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590