ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.તેમજ ધરમપુર ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ મહાનુભાવો ની પ્રતિમાની દરરોજ પાણીથી સફાઈ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક , ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ધરમપુર ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબાસાહેબ આંબેડકરને આદર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના વિજય અટારા, કમલેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, ખારવેલ ગામના સરપંચ રાજેશ પટેલ, મોહના કાઉચાળી સરપંચ દેવુ મોકાશી, માજી ધરમપુર નગરપાલિકા કોર્પોરેટર ધીરજ પટેલ, સુરેશ પટેલ, રાકેશ પટેલ, વિનય પટેલ ,યોગેશ પટેલ ,વિનોદ પટેલ, નિર્મલ સુરતી નિલેશ નીકુળીયા, બીટુ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590