વાંસદાના વાંસકુઈ અને કંડોલપાડા ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો,ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ કૂલ કિંમત રૂપિયા ૪૬ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
વાંસદા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે પ્રશાંત મનુ ભોયા (ઉ.વ.૧૮, રહે.હનુમાનબારી પેટ્રોલ પંપની પાછળ,તા.વાસદા જી.નવસારી) અને પરીમલ રમેશ દેશમુખ (ઉ.વ.૨૯ રહે.વાંસકુઇ દુકાન ફળીયા તા.વાંસદા જી.નવસારી) ની સઘન પૂછપરછ કરી હતી.ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે,તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે વાંસકુઇ દુકાન ફળિયામાં આવેલા કરિયાણાની દુકાનની દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશીને થયેલ ચોરી તથા તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ રાત્રીના સમયે કંડોલપાડા ડુંગરી ફળીયા ખાતે આવેલ ઠંડા પીણાંની દુકાનના પતરા ઉંચકી દુકાનની અંદર પ્રવેશી કુલ રૂ.૨૦,૦૦૦/- ની ચોરી આ બંને ઈસમો એ કરી હતી.તેની કબૂલાત બંને ઈસમોએ કરી હતી.જે બાદ પોલીસે આ બંને ઇસમોની અટક કરી હતી.તેમજ વાંસદા પોલીસે કુલ ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590