વાંસદા પોલીસે અમદાવાદ વિસ્તાર માંથી અપહરણ કરવામાં આવેલ સિનિયર સિટીઝનને ટેકનીકલ ઇનપુટ ના આધારે અપહરણકર્તા ના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. વાંસદા પોલીસે ટેકનીકલ ઇનપુટ ના આધારે અંદાજે ફક્ત 15 થી 20 મિનિટના સમય ગાળા માં ખૂબ જ ઝડપી કાર્યવાહી કરીને અપહૃત સિનિયર સીટીઝન નો જીવ બચાવ્યો હતો.અને રીઢા ગુનેગારોને ઝડપી પાડયા હતા.
તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ના રોજ નવસારી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એસ.કોરાટ દ્વારા વાંસદા પોલીસને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે, સુરેન્દ્રનગર વિસ્તારમાંથી એક વૃદ્ધ ઈસમનું રૂપિયાની લેતી-દેતીની અદાવતમાં અમુક ઇસમો એ અપહરણ કર્યું છે.અને હાલમાં તે તમામ મહારાષ્ટ્ર પાર્સીંગ ઇકો સ્પોર્ટ અથવા અટીર્ગા કારમાં અપૃહત ઇસમને લઇને વાંસદા વઘઇ હાઇવે વિસ્તારમાં હોવાની સંભાવના છે.
આ ટેકનિકલ ઇનપુટ ના આધારે વાંસદા પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે વાંસદા વઘઇ રોડ પર નાકાબંધી કરી હતી.તે વેળાએ MH-12-MB-7616 નંબરની ગ્રે કલરની ઇકો સ્પોર્ટ કાર શંકાસ્પદ લાગતા પોલીસે કારને ઉભી રાખી તેની તપાસ કરી હતી. ત્યારે કારમાંથી અપહૃત સીનિયર સીટીઝન વ્રજલાલ ચત્રભુજ કોઇસા (માળી) (ઉ.વ.૭૩ રહે.સુરેન્દ્રનગર જી.સુરેન્દ્રનગર) મળી આવ્યા હતા.તેમજ તેમનું અપહરણ કરનાર (૧) ઉદય નંદકિશોર પાટીલ (રહે.નાશીક) તથા (૨) મનોજ ઉર્ફે પદો શિવાજી પાટીલ( રહે.વિજલપોર ,નવસારી ) ત થા (૩) સાગર ધનસુખ પટેલ(રહે.બીલીમોરા સોમનાથ મંદિર પાસે જી.નવસારી) તથા (૪) કેવીન નિલેશ કો.પટેલ ( રહે.બીલીમોરા તા.ગણદેવી જી.નવસારી) ની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,ચારેય ઇસમો એ રૂપિયાની લેતી-દેતીની અદાવતમાં તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ ભોગબનનાર સીનીયર સીટીઝન વ્રજલાલ નું અપહરણ કર્યું હતું.તેમજ રસ્તામાં માર માર્યો હતો. ત્યારે આ અંગેની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર ને કરવામાં આવી હતી અને આરોપીઓને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખની આ છે કે, મનોજ પાટીલ, સાગર પટેલ અને કેવિન પટેલ એ ત્રણે આરોપીઓ વિરુદ્ધ નવસારી, વલસાડ, સુરત શહેર ના પોલીસ સ્ટેશનમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ તથા પ્રોહિબિશન અંગેના કુલ 15 જેટલા ગંભીર ગુન્હા નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590