આદિવાસી સમન્વય મંચ ભારતના પ્રમુખ અમરસિંહ ચૌધરી 2જી ઓક્ટોબર ના રોજ વ્યારા જનરલ હોસ્પિટલ ખાનગીકરણ સહિતના આદિવાસી સમાજ ને અસર કરતા વિવિધ મુદ્દાઓને લઈને પ્રતીક ઉપવાસ કરશે.
તાપી જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમાં કેટલાય મુદ્દાઓને લઈને આદિવાસી સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે,કારણ કે સરકારની નીતિઓને લીધે આદિવાસી સમાજનું શોષણ થઈ રહ્યું છે.ત્યારે આદિવાસી સમન્વય મંચ ભારતના પ્રમુખ ,ગાંધી વિદ્યાપીઠ વેડછી ના પ્રમુખ , ખેત વિકાસ પરિષદ અમદાવાદના પ્રમુખ , ગ્રામ સેવા સમાજ વ્યારાના પ્રમુખ ,સેવા સહકારી જીન વ્યારાના પ્રમુખ , માંડવી લોકસભાના માજી સાંસદ ,વ્યારાના માજી ધારાસભ્ય એવા અમરસિંહ ઝેડ.ચૌધરી એ આદિવાસી સમાજના અનેક મુદ્દાઓને લઈને 2જી ઓક્ટોબરે પ્રતીક ઉપવાસ કરશે.
8 કિ.મી. નો જમીન ખરીદીનો કાયદો ફરીથી પ્રસ્થાપિત કરવા,આદિવાસી વિસ્તારની સિવિલ હોસ્પિટલોનું ખાનગીકરણ બંધ કરવા,યુ.સી.સી જેવા સમાજને વિભાજીત કરતા કાયદાઓ બનાવવાના બંધ કરવા,મણિપુરની ઘટના, જમીનો, કુદરતી સંસાધનો લૂંટવા માટે બને છે, તેવું આદિવાસીઓ માને છે. તેથી તેવા સંજોગો ઉભા ન થાય, નેશનલ હાઈવે પ૬ જમીન સંપાદન મામલો,વન અધિનિયમ કાયદો રદ કરવા, પાર-તાપી રિવર લીંક યોજના બંધ કરવા,વેદાંતા જેવા ઝેરી પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં ન કરવા,પ્રવાસન ધામ, કે બીજા ધનિકોના મોજશોખ માટેના સ્થાનોનો વિકાસ બંધ કરવા,આદિવાસીના પેસા કાનુન નું પાલન કરવામાં આવે,73AA તથા આદિવાસીઓની જમીન લે-વેચ નું બંધ કરવામાં આવે, ડાંગનું જંગલ અને પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તાર નું રક્ષણ આદિવાસીઓ એ કર્યું છે, તેથી તેને અદાણી કે બીજા ખાનગી ઉધોગોને આપવાનું બંધ કરવામાં આવે, જાહેર સાહસો કે સરકારના જાહેર સાહસો નું ખાનગીકરણ બંધ કરવામાં આવે. SC, ST, OBC ના અનામતનું પાલન કરવામાં આવે, નર્મદા ડેમના માનવસર્જિત પુરને કારણે થયેલ નુકશાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ ખોટા આદિજાતિના આપેલ પ્રમાણપત્રો રદ કરવા વગેરે મુદ્દાઓને લઈને આદિવાસી સમાજ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.ત્યારે આ મુદ્દાઓના પડઘા સમગ્ર ગુજરાતમાં પડે તે હેતુથી અમરસિંહ ચૌધરી દ્વારા કેવડીયા સરકારી હાઈસ્કૂલના મેદાન ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590