નર્મદા જિલ્લામાં પરસોત્તમ રૂપાલા ના ઠેર ઠેર વિરુદ્ધ થઈ રહ્યો છે,જેમાં નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામ બાદ હવે રામપુરા ગામમાં પણ ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં રાજપૂત ક્ષત્રિયો એ મોટી સંખ્યામાં ગામમાં ભેગા થઈ ગામની બહાર બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો,રાજ્યમાં ઠેર-ઠેર રૂપાલા નો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે.એમાં ક્ષત્રિય સમાજની રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પર આ સમાજ અડગ છે.
પુરુષોત્તમ રૂપાલા એ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહ સભામાં રજવાડાને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.જેના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે અને હવે નર્મદા જિલ્લામાં પણ વિરોધ કરતા બેનરો લાગ્યા છે,રામપુરા ગામમાં લાગેલા બેનરમાં લખ્યું છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ રામપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં અને જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેમ રામપુરા રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590