સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવામાં વિવિધ અભિયાન અંગે સેમિનાર યોજાયો
સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષોરોપણ, માર્ગ સલામતી, બેટી બચાવો-બેટી પઢાઓનો સંદેશ, સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ તેમજ વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવતી વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ ભારતના વિવિધ રાજ્યોમાં પરિભ્રમણ કર્યા બાદ તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ ડાંગ જિલ્લામાં આવી પહોંચ્યા હતા.પદયાત્રીઓએ ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રા વર્ષ ૧૯૮૦માં ૩૦મી જૂલાઈના રોજ ઉત્તરપ્રદેશના લખ્ખીમપુર ખીરીથી અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરવામાં હતી. લોકકલ્યાણને વિશ્વ શાંતિની જાગૃતિના શુભ આશય સાથે વિશ્વના ૧૧ દેશોમાં ૦૪ લાખ ૪૮ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરીને ડાંગમાં આવી પહોંચનાર ટીમનું ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
વર્ષ ૨૦૧૮માં દુનિયાની સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પની યાત્રા પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે.સાથે આ વિશ્વ શાંતિપદયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ૧૪ કરોડ ૫૦ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.વિશ્વ પદયાત્રીઓની ટીમ દ્વારા દેશના લગભગ ૬૦૦ જિલ્લાઓ અને સમગ્ર રાજ્યોની વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી વિશેષ સંદેશો પાઠવ્યો હતો.આ ટીમમાં ૨૦ સભ્યો છે.જેમાં હાલમાં અવધ બિહારી લાલ, જીતેન્દ્ર પ્રતાપ,મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ તેમની ટીમ સાથે ડાંગના આહવા ખાતે આવી પહોચ્યા હતા.
આ ટીમના સભ્યો દ્વારા આહવા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે સ્વચ્છતા ઝુંબેશ,વૃક્ષોરોપણ,માર્ગ સલામતી,બેટી બચાવો-બેટી પઢાઓનો સંદેશ અંગે માર્ગદર્શન સેમિનાર યોજ્યો હતો.
કાર્યક્રમમાં પર્વતા રોહી અવધ બિહારીએ ર્પયાવરણનું જતન અને જાળવણી કરવી આજના સમયમાં અનિવાર્ય બન્યું છે તે અંગે સમજણ આપી જ્ન્મ દિવસ નિમિત્તે વૃક્ષ વાવવા અથવા કોઇને પણ વૃક્ષની ગિફ્ટ આપીને પર્યાવરણનું જતન કરવા માટે વિધ્યાર્થીઓને આહવાન કર્યું હતું.સાથે જ માર્ગ સલામતી જેવા વિવિધ વિષયો બાબતે જાગૃતિ અંગે વિધ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590