સ્ટેચ્યુ પર ફરતી બસના ચાલકો પણ હડતાલ માં જોડાતા બહારથી નવા બોલાવ્યા ત્યારે જંગલ સફારીના કર્મચારીઓ રજા પર ઉતરી જતા તંત્ર ની મુશ્કેલી વધી
SOU સત્તા મંડળે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી કાયમી સમસ્યાનો હાલ લાવી પ્રવાસીઓ ને તકલીફ ન પડે એ જોવું જરૂરી
હોળીના મીની વેકેશનમાં એકતાનગર ખાતેની હોટેલો ટેન્ટસિટીઓ મોટાભાગે ફૂલ છે. રવિવારની રજામાં 40 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા છે, ત્યારે પ્રવાસીઓની ભીડ વચ્ચે સ્થાનિક કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા અને કેટલાક રજા પર ઉતરી જતા વહેલી સવાર થી તંત્રમાં દોડધામ મચી હતી,અમુક એજન્સીઓ એ નવા કર્મચારીઓ લાવવા મથામણ કરી રહી હતી તો કોઈ પોતાના રિસાયેલા કર્મચારીઓને મનાવવા મથામણ કરી રહી હતી.પરંતુ SOU સત્તા મંડળ કર્મચારીઓની માંગણી ને કેમ પુરી કરી શકતી નથી એ સમજાતું નથી.
રવિવારની રજા હોળી નો ત્યોહાર હોવાથી સવારથી પ્રવાસીઓ ની ભીડ જામી ને પ્રવાસીઓ ને એક બીજે સ્થળે લઇ જનાર બસના ડ્રાઈવરો પણ બસો છોડી રોડપર આવી ગયા હતા,એક બાજુ પ્રવાસીઓ પરેશાન, તંત્ર અને જિલ્લા પોલીસમાં પણ દોડધામ મચી હતી. બીજી બાજુ એજન્સી પરેશાન તાત્કાલિક ભરૂચ થી બીજા ડ્રાઈવરોની વ્યવસ્થા કરવા કોન્ટ્રાકટર લાગી ગયો હતો. જોકે તંત્ર દ્વારા કલાકો બાદ સમજૂતી થઇ અને જુના ડ્રાઈવરો કામે લાગ્યા ત્યારે જંગલ સફારીના કર્મચારીઓ રજા પર ઉતરી ગયા.આમ એક પછી એક વિવિધ પ્રવાસન સ્થળો પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરતા તંત્ર દ્વારા અડધો દિવસ સમજાવટ કરી તેમની માંગણી અંગે વિચાર કરી પૂર્ણ કરવાની ખાતરી આપી ત્યારે તંત્ર ને બપોર બાદ રાહત થઇ, જોકે હજુ રજા પર ગયેલા કર્મચારીઓ પરત ફર્યા નથી માટે આગમી દિવસો માં કર્મચારીઓ અને અધિકારી વચ્ચે શું વાટાઘાટો થશે તે જોવું રહ્યું!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590