સોનગઢ તાલુકાના ચોરવાડ ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી.બસનું ટાયર ફાટી જતા,બસ હાઇવેની વચ્ચે ડિવાઇડર પર ચડી ગઈ હતી.જોકે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી.
મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી.બસ રજી.નં .MH -14-BT-3907 ચોપડા થી સુરત જઈ રહી હતી.ત્યારે સોનગઢ -વ્યારા નેશનલ હાઈવે નં.૫૩ પરથી પસાર થતી વેળાએ સોનગઢ તાલુકાના ચોરવાડ ગામ ખાતે ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર અચાનક ફાટી જતા,ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.અને બસ હાઇવે ની વચ્ચે આવેલ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી.જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી.અકસ્માતના બનાવની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.માંડળ ટોલ પ્લાઝા કર્મચારીઓની મદદ થી અસરગ્રસ્ત બસને ક્રેન દ્વારા હટાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590