Latest News

ડોલવણ તાલુકામાં અવાર-નવાર ચોરીની ઘટના બનતા ડોલવણ પોલીસ મથકે સ્થાનિકોનો આક્રોશ..!!

Proud Tapi 02 Oct, 2023 05:35 PM ગુજરાત

 ડોલવણ પોલીસ પ્રશાસની કામગીરી થી નારાજ પ્રજા એ પોલીસ મથકે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે ,પોલીસના કેટલાક કર્મચારી દ્વારા ભંગારનો વેપાર કરનાર વેપારીને બચાવવા પ્રયત્ન કરવામાં  આવતો હતો.સ્થાનિકો દ્વારા જનતા રેડ કર્યા બાદ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

તાપીના ડોલવણ તાલુકામાં ચોરટાઓને જાણે પોલીસનો ડર રહ્યો નથી તેવું હાલ જોવા મળી રહ્યું છે.વારંવાર ખેતરો માંથી મોટરો ચોરી થવાની ઘટનાઓ વધી રહી છે.જેના લીધે ગત રોજ સ્થાનિકોએ ડોલવણ પોલીસ પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો.તેમજ ડોલવણ તાલુકામાં ભંગારનો વેપાર કરનાર ઈસમ પાસે ચોરાયેલ મોટરો હોવાનુ જાણવા મળતા સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.જે બાદ પોલીસ દ્વારા ચોરી નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પરંતુ એક ઈસમ દ્વારા ડોલવણ પોલીસની હપ્તા ખોરી મામલે નું નિવેદન આપવામાં આવતા,સ્થાનિકોએ ડોલવણ પોલીસ મથકે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

મળતી  માહિતી અનુસાર ડોલવણ તાલુકાના અલગ અલગ સ્થળેથી રાત્રિના સમયે ખેતરમાં આવેલ કુવામાંથી સબમર્સીબલ મોટર અને કેબલ વાયરની ચોરીના બનાવ જોવા મળી રહ્યાં છે.જેને લઇને છેલ્લા બે વર્ષથી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે,તેમ છતાં ડોલવણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે .તેમજ પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવેલ નથી જેના કારણે સ્થાનિક પ્રજા માં ભારે રોષ જોવા મળી રહ્યો  છે.

ડોલવણ તાલુકાના કાકડવા ગામના ગીરીશ ચૌધરી ના ખેતર મા આવેલ  કુવામાંથી સબમર્સીબલ મોટર અને કેબલ વાયરની ચોરી થઈ હતી.ત્યારે જાણવા મળ્યું હતું કે,ચોરીની મોટર ડોલવણના ડુંગરી ફળિયાના ભંગારીયા લવકુશ ગુપ્તા પાસે છે.જે બાદ સ્થાનિકો લવકુશ ગુપ્તાની ભંગારની દુકાને પહોંચ્યા હતા.ત્યારે મોટા પ્રમાણમાં મોટરના સ્પેરપાર્ટ મળી આવ્યા હતા.તે સમયે ડોલવણ પોલીસના કર્મચારી પણ સ્થળ પર આવ્યા હતા અને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે,લવકુશ ગુપ્તાના સાથેના હરીશ નામના ઈસમ એ કહ્યું હતું કે,પોલીસ કર્મચારીને હપ્તા આપીએ છીએ,તેથી ફરિયાદ કરવામાં આવે તો પણ પોલીસ કંઈ નહિ કરે.આ પ્રકારના નિવેદન ના કારણે સ્થાનિકો ડોલવણ પોલીસ મથકે પહોંચ્યા હતા.અને પોલીસ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.કેટલાય વર્ષોથી મોટર ચોરી અંગે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી ત્યારે શું ખરેખર ડોલવણ પોલીસના કર્મચારીઓ દ્વારા ભંગારીયાઓ પાસેથી હપ્તા વસૂલી કરવામાં આવી રહ્યા  છે ? હરેશભાઈ નામના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે કેટલા અંશે સાચું હતું ?

ડોલવણ પોલીસ મથકે સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવતા તાપી જિલ્લા એસ ઓ જી સહિતનો પોલીસ કાફલો  ધસી આવ્યો હતો.ત્યારે ડોલવણ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે,આ અંગે ફરિયાદ નોંધી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ડોલવણ પોલીસ પર હપ્તા ખોરીનું લાંછન લગાવનાર હરેશ સામે ડોલવણ પોલીસ શું કાર્યવાહી કરશે ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post