ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકાર આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તેમજ અધિક નિવાસી કલેકટર એસ.બી.તબીયાર દ્વારા સ્વચ્છતા અભિયાન ને વેગવંતુ બનાવવા માટે સૌ જિલ્લા અધિકારીઓને અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા વહિવટી તંત્રના વડાઓ દ્વારા પૂજ્ય ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરી, સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવાની સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા માટે અપીલ કરાઈ હતી.
સ્વચ્છતા મિશન અંતર્ગત દરેક સરકારી ઓફિસોમાં સ્વચ્છતા જળવાય તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની સાથે સરકારી ઓફિસોના કંડમ વાહનો, અને રદ્દી પસ્તીનો નિકાલ કરવા કરવા સાથે જૂની બિન ઉપયોગી સાધન સામગ્રીના નિકાલની પણ જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590