Latest News

ઉચ્છલ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એસટી.બસ ફાળવવા NSUI દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

Proud Tapi 19 Sep, 2023 09:43 AM ગુજરાત

ઉચ્છલ તાલુકા NSUI અને દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓએ  રૂમક તળાવથી ઉચ્છલ અને ઉચ્છલ થી ફુલ ઉમરાણ સ્પેશિયલ એસટી .બસ ફાળવવામાં આવે તેવી માંગ સાથે ઉચ્છલ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ઉચ્છલ તાલુકાના દેવમોગરા સરકારી વિનયન કોલેજ નો સમય સવારે 8.30 કલાકનો છે.પરંતુ સવારના સમયે વિદ્યાર્થીઓને સમયસર બસ મળતી ન હોવાને કારણે વિદ્યાર્થીઓ કોલેજે સમય પર પહોંચી શકતા નથી.જેથી  રૂમક તળાવથી ઉચ્છલ સવારે 8 કલાકે નવી બસ મૂકવામાં આવે તેમજ ઉચ્છલ થી ફૂલ ઉમરાણ સુધી પુનઃ બસ સેવા ચાલુ કરવામાં આવે  એવી માંગ વિદ્યાર્થીઓ  દ્વારા કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે,200 થી વધારે પાસ હોલ્ડર હોવા છતાં પણ એસટી બસ ફાળવવામાં આવતી જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળી રહ્યા છે.સમગ્ર મામલાને લઈને  ઉચ્છલ તાલુકા NSUI અને દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post