Latest News

સંકલ્પ સપ્તાહ અંતર્ગત ખેતીવાડી વિભાગ તાપી દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકામાં આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023 કાર્યક્રમ યોજાયો

Proud Tapi 09 Oct, 2023 03:53 PM ગુજરાત

નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકાઓના વિકાસ માટે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાંથી 13 તાલુકાઓ પસંદ થયા છે. જે અંતર્ગત તાપી જિલ્લાનો નિઝર અને કુકરમુંડા તાલુકાનો પણ એસ્પિરેશનલ બ્લોકસમાં સમાવેશ થાય છે. એસ્પિરેશનલ બ્લોકસ પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગ દ્વારા તા. ૩ થી ૯ ઓક્ટોબર દરમિયાન સંકલ્પ સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અન્વયે આજે તા.૦૯ ઓક્ટોબર સંકલ્પ સપ્તાહના છેલ્લા દિવસે ખેતીવાડી વિભાગ તાપી દ્વારા નિઝર તાલુકાના એ. પી. એમ. સી. માર્કેટ યાર્ડ ખાતે પ્રાંત અધિકારી જયકુમાર રાવલ ના અધ્યક્ષ સ્થાને સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જુવાર સંશોધન કેન્દ્ર સુરત ના વૈજ્ઞાનિક ડૉ. અશ્વિન પટેલે નિઝરને જુવારનો કિંગ તરીકે વર્ણવી ઉપસ્થિત સૌ ખેડૂતોને આના માટે પ્રેરક ગણાવ્યા હતા. તેમણે જુવારમાં રહેલા અનેક પોષકતત્વો અને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જુવારમાં રહેલા એન્ટિબાયોટિક જેવા ગુણો ડાયાબિટીસ જેવા રોગોમાં ખુબ ફાયદાકારક છે એમ સમજ કેળવી હતી.

કેવીકે તાપીના વૈજ્ઞાનિક કુલદીપ સિંહ રાણાએ જણાવ્યું હતું કે, યુરિયાનો ઉપયોગ વધવાના કારણે જમીનને ખુબ નુકસાન થયું છે. તેમણે સંકલિત ખેતી અને પ્રાકૃતિક ખેતી આપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે પાકની ફેરબદલી કરવા અને જમીનની તંદુરસ્તી જાળવવા ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.એકના એક પાકો લેવાના કારણે જમીનનું બેલેન્સ બગાયું છે એમ પણ સમજ કેળવી હતી. તેમણે લાઈટ ટ્રેપ, યલ્લો સ્ટીકી ટેપ, અને પ્રાકૃતિક ખેતીની દશપરણી, બ્રાહ્મહાસત્ર, નિમાસ્ત્ર જેવી દવાઓનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત સંકલ્પ સપ્તાહ કાર્યક્રમમાં વિભાગીય લેક્ચર ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આઇસીડીએસ, મનરેગા અને સ્વચ્છ ભારત મિશનની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, કિટ વિતરણ તથા વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સાથે ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત મિત્રોએ વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ વધુ માહિતી મેળવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post