રાજ્યમા ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તા. ૪ નવેમ્બરના રોજ ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા અને વઘઇ પોલીસ સ્ટેશન ખાતે બિનવારસી વાહનો કે જે સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન કબજે કરેલ કુલ ૨૧ જેટલા ફોર વ્હીલર/ટુ વ્હીલર વાહનોની હરાજી કરવામા આવી હતી. ડાંગ જિલ્લામા અત્યાર સુધી કેસ ફેસલ થયેલ તેમજ પ્રાણી ક્રુરતા અધિનિયમ હેઠળ કબજે કરેલ કુલ ૭૧ જેટલા નાના-મોટા નિલામી યોગ્ય તમામ વાહનોની હરાજી કરી દેવામા આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ સહિત જુના બિનઉપયોગી ફર્નિચર,વાહનોના ટાયર ટ્યુબ સહિતનો ભંગાર, રદ્દી પસ્તીનો નિકાલ, તથા જુના કંડમ કરવાપાત્ર વાહનોનો નિકાલ કરવાની ઝુંબેશ પણ આરંભવામાં આવી છે.જેના ભાગરૂપે ડાંગ પોલીસે આ વાહનોનો નિકાલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590