Latest News

એસ્પિરેશનલ બ્લોક સુબીર ખાતે યોજાયો

Proud Tapi 08 Oct, 2023 07:41 AM ગુજરાત

દેશ સમસ્તમાં ઉજવાઈ રહેલા સંકલ્પ સપ્તાહ નો કાર્યક્રમો પૈકીનો ચોથા દિવસે કૃષિ મેળો યોજાઈ ગયો. કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે એસ્પિરેશનલ બ્લોક સુબીરના મોખામાળ ગામે ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ ૨૦૨૩ ની ઉજવણી અંતર્ગત સંકલ્પ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ રવિનાબેન ગાવિત ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.

ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયર તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે મિલેટ્સ પાકોના સ્વાસ્થ્યવર્ધક મહત્વ બાબતે લોકોમાં જાગૃતિ આવે, તથા વધુમાં વધુ ઉત્પાદનની સાથે તેનો વપરાશ થાય, અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે, તથા આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંતર્ગત સંકલ્પ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કૃષિ મેળામાં જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્ય અને તમામ પદાધિકારીશ્રીઓ, ઉપરાંત મદદનીશ ખેતી નિયામક, બાગાયત અધિકારી, પશુપાલન અધિકારી, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડુત, માસ્ટર ટ્રેઈનર, ગ્રામસેવક વિગેરે દ્વારા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. દરમિયાન આયોજિત પશુ સારવાર શિબિરમાં ૨૩૦ જેટલા પશુઓને સારવાર પુરી પાડવામાં આવી હતી. આ વેળા વિવિધ વિભાગના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેનો ખેડૂતો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જિલ્લાના ICDS વિભાગે ખાસ મિલેટ્સ આધારિત વાનગીઓ નો સ્ટોલ્સ રજૂ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post