આહવા તાલુકાના કલમવિહિર ખાતે ગ્રામજનોએ શંકાને આધારે બે બાઈક ને રોકવા પ્રયત્ન કર્યો હતો.ત્યારે ચોરીની બાઈક સાથે એક ૧૭ વર્ષીય કિશોર ઝડપાયો હતો.જોકે ત્રણ વ્યક્તિઓ નાસી છૂટયા હતા,જે બાદ ગ્રામજનોએ સગીરને પોલીસ હવાલે કર્યો હતો.અને પોલીસે નાસી છૂટેલા ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કલમવિહિર ગામ ખાતે રહેતા રાજુ જયરામ દળવી અને અલ્પેશ બુધાન પાલવાએ શંકાના આધારે મોટરસાયકલ રજી. નં GJ-30-C-8850 અને હોન્ડા સાઇન મોટર સાયકલ MH-15-AQ-9660 પર સવાર કુલ ૪ ઈસમોને રોકવા માટે પ્રયત્ન કર્યો હતો.પરંતુ ત્રણ વ્યક્તિઓ નાસી છૂટયા હતા.જોકે કાયદાના સંઘર્સમાં આવતો ૧૭ વર્ષીય કિશોર ચોરીની બાઈક સાથે સ્થાનિકોના હાથે લાગ્યો હતો. સ્થાનિકોએ આ ૧૭ વર્ષીય કિશોરને પોલીસને હવાલે કર્યો હતો.જે બાદ આહવા પોલીસે નાસી છૂટેલ નાશિક જિલ્લાના (૧)ગંગારામ કાળુ બાગુલ,(૨)રવિન્દ્ર રાજુ પવાર અને (૩)દિનેશ રાજુ પવાર ને વોન્ટેડ જાહેર કર્યા હતા.આહવા પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590