ઉચ્છલ પોલીસે સાકરદા ગ્રામ બ્રિજ પર પિકઅપ માં શાકભાજી ની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો.અને કુલ કિંમત રૂપિયા રૂપિયા ૫.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર એમ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર તરફથી બોલેરો પીકઅપ માં લીલી શાકભાજી ભરીને તેની નીચે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી ને ઉચ્છલ તરફ જનાર છે.જે બાતમીના આધારે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો એ સાકરદા ગામ બ્રીજ પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ બોલેરો પીક અપ ગાડી નંબર- MH-43-AD-5576 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે પિકઅપ માંથી અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે બોલેરો પિકઅપ ચાલક અશોક મોરસિંગ બંજારા( ઉ.વ.૪૨ રહે.નાંદરેડ ગામ તા.શીરપુર જી.ધુલીયા મહારાષ્ટ્ર )ની ધરપકડ કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧.૯૨ લાખ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિંમત રૂપિયા ૫ હજાર તથા બોલેરો પિક અપ જેની કિંમત રૂપિયા ૩.૫ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૫.૪૭ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો ભરી આપનાર કિશન રાયસિંગ પાવરા (રહે.વાડી બોરાડી ગામ તા.શીરપુર જી.ધુલિયા) અને દારૂનો જથ્થો મંગાવનાર સુનીલભાઇ સંજય તૈલી (રહે.બારડોલી તા.સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ઉચ્છલ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590