૧૯૬૨ હેલ્પલાઇન મોબાઈલ પશુ ચિકિત્સાલય વાનને લીલીં ઝંડી અપાઈ
વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇનના હસ્તે,ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના બરડીપાડા અને પિપલાઈદેવી પશુ દવાખાનાનું ખાતમુહર્ત કરવામા આવ્યુ હતુ.પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા બરડીપાડા પશુ દવાખાનુ રૂપિયા ૬૦.૪૩ લાખ તેમજ પિપલાઇદેવી પશુ દવાખાનુ રૂપિયા ૮૮.૩૧ લાખના ખર્ચે પશુ દવાખાનુ મકાન નિર્મિત કરવામા આવશે.
આ સાથે જ બરડીપાડા તથા આજુબાજુના વિસ્તારના કુલ ૧૦ ગામડાઓ માટે મોબાઈલ પશુ ચિકિત્સા વાન પણ શરૂ કરવામા આવી છે. જેને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામા આવી હતી.પશુ જાળવણી બાબતે ખાસ ધ્યાન રાખવા ધરાસભ્ય વિજયભાઇ પટેલે આ વેળા અપીલ કરી હતી.પશુ દવાખાનામા એક વેટેરનરી ડોક્ટર તથા એક પાઇલોટ કમ ડ્રેસર હોય છે.આ ફરતા પશુ દવાખાનામા દરેક પ્રકારના સાધન ઉપલબ્ધ કરાવાયા છે.તેમજ આ સાધનોની મદદથી અલગ અલગ પ્રકારના ઓપરેશન પણ કરવામા આવે છે.
આ દવાખાનાનો લાભ લેવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી, પશુ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ નિ:શુલ્ક મેળવી શકાય છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરતભાઇ ભોયે, સામાજિક કાર્યકર સુભાષભાઇ ગાઇન, પશુપાલન અધિકારી ધર્મેશભાઈ ચૌધરી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590