વહાબ શેખ/નર્મદા : ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના 7 જેટલા વર્ષો જૂના કર્મચારીઓનો પગાર સંચાલકો દ્વારા અટકાવી દેવાના આક્ષેપ સાથે તેમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરી દેતા કર્મચારીઓ આ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ચાલતું ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, જેમાં સંસ્થાના 7 જેટલા કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમારો બાકી નીકળતો પગાર ચૂકવવામાં સંચાલકો દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવે છે અને પગાર ચૂકવવાનું બાકી હોવા છતાં મંડળ દ્વારા અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અમને છૂટા કરી દેવામાં આવ્યા ના આક્ષેપ સાથે કર્મચારીઓએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સંસ્થા દ્વારા કર્મચારીઓને નવેમ્બર 2021 થી પગાર ચૂકવવામાં આવ્યો નથી.અગાઉ ગેરવહીવટ ને કારણે સંસ્થાના બેંક એકાઉન્ટ કોર્ટ સીઝ કરી દીધા હતા, ત્યારે સંચાલકો પગાર ન ચૂકવવા નું કારણ સંસ્થા બેંક એકાઉન્ટ કોર્ટ સીઝ થયાનું જણાવે છે, પરંતુ 2022 ના નવેમ્બર માસમાં ગુજરાત હાઈકોર્ટે સંસ્થાના બેંક એકાઉન્ટ ખોલવાના આદેશ કરી દીધો છે તેમ છતાં હોવા એમને પગાર ચૂકવ્યો નથી. અને સાથે સાથે કેટલાક તો 25 થી 30 વર્ષ જુના 10 કર્મચારીઓને કોઈપણ જાતની નોટિસ વગર છૂટા કરી દેવામાં આવ્યા છે.આ સંસ્થા કર્મચારીઓને લઘુતમ વેતન ધારા કરતા ઓછો પગાર ચુકવે છે,અને હાજરી કાર્ડ અને પગાર પાવતી પણ આપતા નથી.
આ કર્મચારીઓએ વધુ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે અમે અમારા બાકી પગાર બાબતે સંસ્થાના મંત્રી, પ્રમુખ ને લેખિત તેમજ મૌખિક ઘણી વાર રજૂઆત કરી હતી પરંતુ સંસ્થાના બંને મંત્રીઓ એમ જણાવેલ કે તમને અપાતા ૧૦૦% પગારના બદલે ૪૦% મુજબનો પગાર આપીએ ૬૦% પગાર બંધ જ છે, અને મંત્રી રાજસિંહ દિલીપસિંહ મહિડાએ તો સિધુ એમ જ જણાવેલ કે કેળવણી મંડળ નો પગાર તો નહિ જ આપીએ એ પગાર તો ભૂલી જ જાય, ત્યારે આવો તધલખી હુકમ તેમજ સંસ્થાના મંત્રીઓનું કર્મચારીઓ પ્રત્યે નું વલણ કેટલું યોગ્ય છે.? અમારા અલગ અલગ કર્મચારીઓને કોઈક ને બે વર્ષ થી તો કોઈકને દોઢ વર્ષના તો કોઈક ને એક વર્ષથી સંસ્થાએ પગાર ચુકવ્યા નથી. સંસ્થાના સંચાલકોમાં મંત્રી નાંદોદના માજી ધારાસભ્ય પી.ડી.વસાવા અને રાજસિંહ દિલીપસિંહ મહિડા બંધારણ વિરુદ્ધ કર્મચારીઓનું લાંબા સમયથી દમન અને શોષણ કરી રહયા છે. અને નોકરીમાંથી છુટા કરેલ છે. એક તરફ આ કર્મચારીઓના મૂળભૂત હક્કો નું હનન થઈ રહ્યુ હોઈ સંસ્થા સંચાલકો સરકારના ધડેલા ધારાધોરણ મુજબ પણ પગારો તો આપતી જ નથી પરંતુ ન્યુતમ ચુકવણુ પણ થતું નથી.
આ સંસ્થાના સંચાલકો પોતે વૈભવી જીવન જીવે છે, ત્યારે આ ગરીબ કર્મચારીઓને ચુકવવામાં માટે પૈસા નથી ? અને બીજી તરફ પોતાની જ વડી કચેરી શિવ ઓફિસના અને સંસ્થાના કર્મચારીઓનું શોષણ કરે છે તેઓ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો અને વહેલી તકે તેમના બાકી નીકળતા પગારનુ ચૂકવણું કરે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590