ફરીયાદી મહિલા અગાઉ આરોપી ભાજપ નેતા ચંદ્રકાંત લુહાર સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલ હતી બાદમાં છૂટાછેડા લીધા હતા
વહાબ શેખ/ નર્મદા : નર્મદા જિલ્લામાં ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહાર સામે તેમના જ પૂર્વ પત્નીએ એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખના ચંદ્રકાંત લુહારની પૂર્વ પત્ની અને તલાટીકમ મંત્રી મમતાબેન ગુલાબસિંહ વસાવા નાઓની ફરિયાદ મુજબ તેઓ અનુસુચીત જન જાતિ ના હોવાનું સારી રીતે જાણતા હોવા છતા આ કામના આરોપી ચંદ્રકાંત લુહાર બક્ષીપંચ જ્ઞાતિ નો હોઇ અને આ કામના આરોપીએ સાગબારા મામલતદાર કચેરીની બાજુમાં આવેલ રેસ્ટ હાઉસ ફરીયાદી બહેન નાઓને ગમે તેમ ગાળો બોલી જાતી વિષયક અપશબ્દો બોલી હું તને બદનામ કરી નાખીશ“ તેમ કહી ફરીયાદી બહેન નાઓ બાબતે ચારિત્ર્ય હિનતાનું આળ મુકી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા સાગબારા પોલીસ મથકમાં ઇપીકો કલમ ૫૦૪,૫૦૬,તથા એટ્રોસીટી એક્ટ સુધારા અધિનીયમ ૨૦૧૫ ની કલમ કલમ ૩(૨)(૫-એ),૩(૧) (આર)(એસ) મુજબ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે મયુરસિંહ રાજપુત નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી એસ.સી.સેલ નર્મદાના તપાસ કરી રહ્યા છે.
આરોપી ચંદ્રકાંત ગોરખભાઈ લુહાર રાજકીય વગ ધરાવતો હોવાથી સાગબારાના નાલ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી તિલકવાડા ના વજેરીયા ગામ પંચાયત ખાતે બદલી કરાવી હોવાની ફરિયાદ મહિલા મમતાબેન ગુલાબસિંહ વસાવાએ આક્ષેપ કર્યો છે. |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590