વહાબ શેખ /નર્મદા : હાલ મુસ્લિમોનો પવિત્ર માસ રમજાન ચાલી રહ્યો છે આ મહિનાની અંદર મુસ્લિમ બિરાદરો રોજો રાખી કોઈપણ વસ્તુ ખાવા પીવાથી બચે છે અને દિવસમાં પાંચ વખતની નમાજ સાથે ખુદાની ઈબાદત કરે છે. રોઝામા પાણી પણ પીવાય નહિ અને ઉનાળાની આકરી ગરમી હોય ત્યારે રોઝદારો માટે કસોટી થતી હોય છે, ત્યારે નાના બાળકો રોઝો રાખે ત્યારે અનોખી વાત બને છે.
આજ રીતે રાજપીપળાના કસ્બાવાડમા રહેતા આશિક ભાઈ મન્સૂરીની ત્રણ વર્ષીય દીકરી કાયનાત બાનુ એ રોઝો રાખી ખુદાની ઈબાદત કરી હતી, મુસ્લિમોમાં રમઝાન માસમાં 30 રોઝા રાખવા ફરજીયાત હોય છે છતાં કેટલાક લોકો ભૂખ અને તરસ સહન નહિ થાય, એમ માની રોઝો નથી રાખતા, ત્યારે પોતાના ઉપર રોઝો ફરઝના હોવા છતાં રોઝો રાખી મોટેરાઓને પણ આ નાનકડી દીકરી એ રાહ ચીંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590