વહાબ શેખ,(નર્મદા): નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે બાઈક ચોરીની ઘટનાઓ વધી રહી છે નર્મદા જિલ્લામા છેલ્લા કેટલા સમયથી સક્રિય બનેલી વાહન ચોર ટોળકી પોલીસ માટે માથાનો દુખાવો સમાન સ્થાપિત થઈ રહી છે રાત્રિના અંધારામાં બેક ઓફ બની વાહન ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ત્રાટકતી આ વાહન ચોર ગેંગ રાત્રિના અંધારામાં પોલીસની નાઈટ પેટ્રોલિંગ વચ્ચે બિન્દાસ પણે વાહનચોરીની ઘટનાને અંજામ આપી નર્મદા જિલ્લાના નાદોદ તાલુકા સહિત આજુબાજુના તાલુકાને રંજાળી રહી છે.
થોડા સમય પહેલા જ બાઈક ચોર ગેંગએ નાદોદ તાલુકાના વાવડી અને લાચરસ ગામમાં બે બાઈક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યાર બાદ ત્રણ ચાર દિવસ પહેલા સાગબારાના રાણીપુર ગામના નવીન નગર ફળિયામાં ઘર આંગણેથી એક બાઈકની ચોરી થઈ હતી.જેની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઈ હતી.
ત્યારે હાલ બે દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકાના જયેશભાઈ તડવી ને હીરો હોન્ડા કંપનીની પેશન પ્લસ મોટરસાયકલ નંબર જીજે 06 ch 0841 નંબરની મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.નર્મદા જિલ્લામાં બાઈક ચોરી કરતી ગેંગનો ખોફ વધ્યો છે.આ ચોરી કરનારા ગેંગ ખુલ્લો પડકાર ફેંકી જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના નાઈટ પેટ્રોલિંગ કરી રહી છે છતાંય ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકતા આ વાહન ચોર ટોળકી છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લામાં એક પછી એક ચોરીને ઘટનાને અંજામ આપી રહી છે.ત્યારે પોલીસ અધિકારીઓ આ વાહન ચોર ટોળકીને જબ્બે કરવા કોઈ એક્શન પ્લાન બનાવી નર્મદા જિલ્લાના લોકોને વાહન ચોરીના ત્રાસથી મુક્ત કરાવે તેવી લાગણી અને માંગણી પંચકમાં ફેલાવવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590