CRPFની મહિલા બાઈકર્સની ટીમે ડેર ડેવિલ શો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' દ્વારા સશક્તિકરણ, એકતા, સમાવેશકતાના સંદેશ સાથે તા.૩ ઓકટોબરે ૧૫૦ મહિલા બાઈકર્સ તામિલનાડુના કન્યાકુમારીથી નીકળી કેરાલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી સાપુતારા, સુરત થઈ નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી.
૨૮ દિવસની યાત્રામાં ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ ત્રણ ટુકડીઓ સાથેની ૧૫૦ મહિલા બાઈકર્સ કુલ ૧૦ હજાર કિ.મીનું અંતર કાપ્યું હતું અને આજે એકતાનગરમાં આયોજિત એકતા પરેડ ખાતે સમાપન થયું હતું. જેમાં CRPFની મહિલા બાઈકર્સની ટીમેં ડેર ડેવિલ શો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશને એક રાષ્ટ્ર બનાવનાર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ પણ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590