જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા ને લગતી બાબતો ના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ વ્યારા ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉન ની આકસ્મિક મુલાકાત લીધી હતી.જેમાં મંત્રી દ્વારા અનાજ ગોડાઉન ખાતે કાર્યરત CCTV કેમેરા, વે-બ્રીજ, લીફટીંગ તથા સમ ભરતી અંગેની કામગીરી ની વિગતવાર સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
નોંધનિય છે કે, તાપી જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ હસ્તકના કુલ ૦૬ ગોડાઉનો (વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડા) હાલ કાર્યરત છે. ઉપરોક્ત સરકારી અનાજના ગોડાઉનો ખાતેથી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત નું અનાજ, મધ્યાહન ભોજન યોજના હેઠળનું અનાજ તેમજ ICDS યોજના હેઠળનું અનાજ/તેલ/કઠોળ/મીઠું/ ખાંડ વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવની દુકાનો મારફત વિતરણ કરવામાં આવે છે. FCI દ્વારા મોકલવામાં આવતાં અનાજના જથ્થાનું જિલ્લાના તમામ ગોડાઉન પર સંગ્રહ કરવામાં આવે છે તથા સમયસર સમ ભરતી કરી ડોર સ્ટેપ ડિલીવરી મારફતે વાજબી ભાવની દુકાનો પર પહોંચાડવામાં આવે છે. વાજબી ભાવની દુકાન ખાતેથી ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણા અને ખાંડ વગેરેનું વિતરણ “આધાર” આધારિત પદ્ધતિથી કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590