પૂરપ્રભાવિત વિસ્તારના લોકો માટે બનતી મદદનો અનુરોધ કરતી ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા
ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ઉભી થતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.પાણી ઓસર્યા બાદની વિકટ પરિસ્થિતિ સામે ત્યાં વસવાટ કરતા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.આ આપદા વેળાંએ પૂર અસરગ્રસ્ત પરિવારોની વ્હારે ઘણી સંસ્થાઓ અને દાતાઓ આવી વિવિધ જરૂરીયાતમંદ લોકો સુધી જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ કરી માનવતા મહેકાવી છે.
ત્યારે ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના અગ્રણી ચંદ્રકાંતભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ એક નેજા હેઠળ આવેલું મહિલા ગ્રામીણ મંચ બલેશ્વર પૂરઅસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું હતું.આ મહિલા ગ્રામીણ મંચની મહીલાઓએ પોતાની બચતમાંથી રૂપિયા ૧૧૦૦૦/- જેટલું અનુદાન આપ્યું હતું. આ અનુદાનમાં ભરૂચ જિલ્લાની મહિલા ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા મેદાને આવી પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું હતું.મહિલા ગ્રામીણ મંચ બલેશ્વરમાં ભેગા થયેલા અનુદાનથી અનાજની કીટો તૈયાર કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર તેમજ બીજાં ગામડાંઓ ખાતે વિતરણ કરાયું હતું .
આ પૂર અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો લોકો માટે અનાજની કીટની પૂરી પાડી પૂરપ્રભાવિત વિસ્તારોની વ્હારે આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અને વધુમાં પૂરપ્રભાવિત વિસ્તારના લોકો માટે બનતી મદદનો અનુરોધ ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવાએ કર્યો હતો.મંચના સભ્ય બહેનોએ જહેમત ઉઠાવીને ઘરદીઠ અનાની કીટ આપી સરાહનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590