વહાબ શેખ, નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા નિગટ ગામ પાસે આવેલ હોટલના પાર્કિંગમાંથી યુવકનું બાઈક છેતરપિંડીથી લઈને ગઠિયો છુ થઈ ગયો હતો, જેની ફરિયાદ નાંદોદ તાલુકાના બાર ફળિયા ગામના યુવકે ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાવી છે.
મજૂરી કામ કરતા અજય જેસિંગ વસાવા રહે. બાર ફળીયા, જીતનગર, તા.નાંદોદ જી.નર્મદા ની પાસે જીજે-22-ક્યુ-8080 નંબરનું યામાહા કંપનીનું બાઈક હતું જે તેના પિતાએ ચારેક માસ અગાઉ નવું ખરીદ્યું હતું જે બાઈક લઇ અજય વસાવા અને તેનો મિત્ર સુનિલ લક્ષ્મણ વસાવા રહે. છટવાડા, તા. નાંદોદ, જી.નર્મદા સાથે તા. 24 જુલાઈ રોજ દેવમોગરા મંદિરે દર્શન કરવા ગયા હતો, મંદિરેથી ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં નિંગટ ગામ પાસે હાઇવે ઉપર આવેલ રામેશ્વર હોટલમાં જમવા રોકાયા હતા.
જ્યાં હોટેલના પાર્કિંગમાં અજય વસાવા ને એક અજાણ્યો શખ્સ મળ્યો હતો, જ્યાં વાતચીતમાં મિત્રતા કેળવી ને ગાંઠિયા એ યુવકને કહ્યું કે આવી બાઈક મેં કોઈ દિવસ ચલાવી નથી તો, તુ મને બાઈકનો એક ચક્કર મારવા આપ તેમ કહી હોટેલના પાર્કિંગમાં ઉભેલા આઇસર ટેમ્પો મારો છે, લે એની ચાવી એમ, યુવકને વિશ્વાસમાં લઇ ચક્કર મારવા ના બહાને ગઠિયો બાઈક લઈ ફરાર થઇ ગયો હતો, બાઈક લઈને ગયા પછી કેટલા સમય સુધી અજાણ્યો શખ્સ પાછો નહીં આવતા તેના બતાવેલા આઇસર ટેમ્પા પાસે બીજો યુવક આવતા તેને ઉપરોક્ત હકીકત જણાવી હતી, પરંતુ તેને બાઈક લઈને ગયેલા અજાણ્યા શખ્સ ને ઓળખતો ન હોવાનું કહેતા, યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાના અહેસાસ થયો હતો,આખરે તેણે આ છેતરપિંડી અંગેની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ દિશામાં તપાસ શરૂ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590