વ્યારાના શંકર ફળિયા ડેમોલિશનમાં બેઘર થયેલા લોકો ત્યાં આસપાસ તંબુ બનાવી રહેતા હોય, ત્યારે પોલીસે તેમને હટાવવા જતા પોલીસ અને શંકર ફળિયાના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.જે બાદ વ્યારા પોલીસે ૧૬ જેટલા લોકો ગુન્હો દાખલ કર્યો છે.
ગતરોજ જીગર ઝાપડિયા અને ઘર વિહોણા થયેલા પરિવારો એ સંયુક્ત રાહે રેલી કાઢી તાપી કલેકટરને આવેદનપત્ર આપીઅનેક માંગણીઓ કરી હતી.જે બાદ ઘણા લોકોએ શંકર ફળિયાની આસપાસના વિસ્તારમાં જ તંબુ બાંધી વસવાટ કરી રહ્યાં હતા.
આ તંબુઓ દૂર કરવા માટે બી.ડી.ડી.એસ.,પી.એસ.આઇ,જી.એમ.પવાર અને સ્ટાફના માણસો ડેમોલિશન થયેલ શંકર ફળિયા ખાતે પહોંચ્યા હતા.અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ જનતા જનાર્દન ક્યાં કોઈનું સાંભળે છે, ત્યારે ઘર વિહોણા થયેલા ગરીબ લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો.જે બાદ પોલીસે જબરદસ્તીથી લોકોને બહાર કાઢ્યા હતા.જેમાં પોલીસ અને શંકર ફળિયાના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર ભગીરથી બાબુભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ,બી.ડી.ડી.એસ.,પી.એસ.આઇ,જી.એમ.પવાર અને સ્ટાફના માણસો શંકર ફળિયામાં પેટ્રોલિંગમાં હતા,ત્યારે ગત 26/06/2023 ના રોજ જીગર ઝાપડિયા દ્વારા લોકોને ડિમોલેશન વાળી જગ્યાએ ફરી તંબુ બાંધી રહેવા અને ગુનાહિત કાવતરું કરવા પ્રેરિય કરવા તેમજ 16 જેટલા લોકોએ ડિમોલેશન વાળી જગ્યાએ ગેરકાયદેસર પ્રવેશ કરી પોલીસ સ્ટાફના સેજલબેન અને ઇલાબેનને નાની મોટી ઇજાઓ પહોંચાડી રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર ભગીરથી બાબુભાઇ સાથે ધક્કામુકકીનો માર મારી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી,જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અલગ અલગ કલમો હેઠળ 16 જેટલા લોકો સામે ગુન્હો નોંધાયો છે.
ત્યારે બીજી બાજુ આજરોજનો એક ઓડિયો વાયરલ થયો હતો.જે અનુસાર,ત્યાંની એક મહિલા કરગરતી જોવા મળી રહી હતી કે ,છોકરીઓ ને માર મારવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા ઓડીઓના કારણે અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.જોકે www.proudtapi.com ન્યુઝ વેબસાઇટ આ વાયરલ થઈ રહેલા ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
હવે એ તો પ્રશ્ન જ રહ્યો કે,ખરેખર રહીશો દ્વારા પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી કે કેમ ?
પોલીસે (૧)જીગર ઝાપડિયા,(૨) અશોકભાઈ બાલુભાઈ વાનખેડે, (૩) રાહુલ ભરતભાઈ કોળી,(૪) પ્રિયંક ઉર્ફે આશિષ નામદેવભાઈ ભોઈ, (૫) અજય નાનુભાઈ દેવીપુજક,(૬) નટવર વેરસિંહભાઈ દેવીપુજક,(૭) દલપતભાઈ બાબુભાઈ,(૮) દાડમબેન વેરસિંહભાઈ,(૯) જશીબેન નટવરભાઈ દેવીપુજક,(૧૦) મધુબેન સંજયભાઈ,(૧૧) કંકુબેન બાબુભાઈ, (૧૨) સીતાબેન દલપતભાઈ બાબુભાઈ,(૧૩) સુનીતા અજયભાઈ દેવીપુજક, (૧૪) પાયલ ગોવિંદભાઈ, (૧૫) દીપિકા નટવરભાઈ દેવીપુજક, (૧૬) શ્વેતા નટવરભાઈ દેવીપુજક (ઉપરોક્ત 2 થી 16 રહે.શંકર ફળિયા, વ્યારા તા.વ્યારા જી.તાપી ) એમ મળી કુલ ૧૬ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590