રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હી સેવા(SHS) ઝુંબેશ અંતર્ગત દેશભરમા અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. સ્વચ્છતા હી સર્વોપરીના મંત્ર સાથે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા આકાશવાણી કેન્દ્રમા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આકાશવાણીના આહવા કેન્દ્ર ખાતે પ્રોગ્રામ ઓફિસર પારસ સી. કટારીયા અને આકાશવાણી એન્જિનિયરિંગ સેક્શનના હેડ રાજેશ બેલદાર (DE,VBS, AIR મુંબઈ) ના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.
સાથે રેકર્ડ વર્ગીકરણ દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામા આવી હતી. આ ઉંપરાત કર્મચારીઓ દ્વારા સમગ્ર કેન્દ્ર પરિસર વિગેરેની સફાઇ પણ હાથ ધરાઈ હતી. સ્વચ્છતાના આ કાર્યક્રમમા આકાશવાણીના ત્રણે વિભાગો જેવા કે કાર્યક્રમ વિભાગ, વહીવટી વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590