Latest News

પોઇચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું કલેકટર શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું

Proud Tapi 17 May, 2024 03:50 AM ગુજરાત

નર્મદા  : નાંદોદ તાલુકાના પોઇચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્વેતા તેવતિયા  અને  જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે  એ નિરીક્ષણ કર્યું હતું. 

સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઇચા, કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન નર્મદા નદીમાં ન્હાવા પડ્યા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઇ ગઇ હતી. તા. ૧૪ના બપોરના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. આ બચાવ કામગીરીમાં ૬૦ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાંતો જોડાયા છે.ગત રોજ  તા. ૧૫ના બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૮ કલાકથી શોધખોળ ચાલી રહી છે. કલેક્ટર  શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક અધિકારીઓ રાહત અને બચાવની કામગીરી ઉપર સતત નજર રાખી રહ્યા છે . 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post