સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના ગામો સુધી પહોંચાડી નિઝર તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા હર્ષ ઉલ્લાસ થી સંપન્ન થઇ
મહેશ પાડવી (પ્રતિનિધિ ) : ૧૫ નવેમ્બરથી દેશ-રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું તાપી જિલ્લાના નિઝર તાલુકાના પીપલોદ અને વ્યાવલ ગામે ઉષ્મા ભેર સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃતતા ફેલાવી લાભાર્થીઓને ઘર આંગણે યોજનાના લાભોનું વિતરણ કરાયું હતું. આ સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નિઝર તાલુકાના છેવાડાના ગામો સુધી પહોંચાડી નિઝર તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા હર્ષ ઉલ્લાશથી સંપન્ન થઈ હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી.
ઉપસ્થિત સૌએ વિકસિત ભારત નિર્માણ ની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી, તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ એ પોતાની સફળતાની વાતો ‘મેરી કહાની મેરી જુબાની’ થીમ હેઠળ રજુ કરી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસ ની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નિહાળી હતી. કાર્યક્રમનાં અંતે 'વિકસિત ભારત' માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે નિઝર મામલતદારશ્રી,સરપંચશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ,શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590