Latest News

ડાંગ જિલ્લા પંચાયત ૧૦- કડમાળ મતદાર મંડળની પેટા ચૂંટણી -૨૦૨૫ અન્વયે ઓબ્ઝર્વરશ્રીના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

Proud Tapi 04 Feb, 2025 05:11 AM ગુજરાત

ડાંગ જિલ્લા પંચાયત ૧૦- કડમાળ મતદાર મંડળની પેટા ચૂંટણી -૨૦૨૫ અન્વયે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં ઓબ્ઝર્વર સુ.શ્રી પી.એ.નિનામા ડેપ્યુટી કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ નોડલ અધિકારીશ્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઇ હતી.

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/ પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી-૨૦૨૫નો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટેનું મતદાન તા.૧૬/૨/ર૦૨૫ ના રોજ યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં આદર્શ આચાર સંહિતા અમલ આવેલ છે.

આ બેઠકમાં ઓબ્ઝર્વર સુ.શ્રી પી.એ.નિનામાએ ૧૦-કડમાળ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી અંગેની વિગતો મેળવી હતી. જેમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે નોડલ અધિકારી સાથે ચર્ચા કરી સંપુર્ણ રીતે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે સુનિચ્છિત કરવા જણાવ્યું હતું. મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાવા, અધ્યતન મતદાર યાદી તૈયાર કરવી તેમજ મતદાન બુથો સાથે સંવેદનશીલ મતદાન બુથો અંગેની જાણકારી મેળવી હતી. મત વિભાગના તમામ બુથો પર સુરક્ષાકર્મીઓની ઉપસ્થિતિ, આરોગ્ય કર્મીઓની તૈનાતી સાથે ચૂંટણી દરમિયાન તટસ્થ રીતના કાયદો અને વ્યવસ્થાની સંપુર્ણ જાળવણી થાય તે સુનિચ્છિત કરવા અંગે જણાવ્યું હતું.

ઉપરાંત પ્રિસાઇન્ડીંગ ઓફિસર, આસિ. પ્રિસાઇન્ડીંગ ઓફિસર, અને પોલિંગ ઓફિસરો તેમજ ચૂંટણી સાથે સંકળાયેલ તમામ સ્ટાફની તાલીમ યોગ્ય રીતના પુર્ણ કરી તેઓને ચૂંટણીલક્ષી સમજ આપવા સાથે,ચૂંટણી ખર્ચ દેખરેખ, ઇ.વી.એમ ની દેખરેખ અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સુનિચ્છિત કરી નિર્વિધ્ન રીતના ચૂંટણી યોજાય તે માટે ઓબ્ઝર્વર સુ.શ્રી પી.એ.નિનામાએ સુચનો કર્યાં હતાં. ૧૦ – કડમાળ ડાંગ જિલ્લા પંચાયતની મતદાર યાદી મુજબ આ બેઠક ઉપર કુલ ૨૨ મતદાન મથકોની સંખ્યા નોંધાયેલ છે. તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ની સ્થિતિએ ૭,૧૯૨ પુરૂષ મતદારો, ૭,૦૬૪ મહિલા મતદારો અને ૧ અન્ય મતદાર એમ કુલ ૧૪,૨૫૭ મતદારો નોંધાયેલ છે.

આ બેઠકમાં ચૂંટણી અધિકારીશ્રી વ પ્રાંત અધિકારી સુ.શ્રી કાજલ આંબલીયા, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી વ સુબિર મામલતદાર શ્રી આઇ.એમ સૈયદ સહિત ચૂંટણી સાથે સંકળાયેલ તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post