Latest News

વ્યારા ખાતે શ્રી સંતસેના નાયી સમાજ ના દ્વારા શ્રી સંતસેના મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરાઇ

Proud Tapi 12 Sep, 2023 02:51 AM ગુજરાત

નાયી સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું અને દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

વ્યારા ખાતે શ્રી સંતસેના નાયી સમાજ દ્વારા શ્રી સંતસેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વૃંદાવન ધામ ખાતે થી પાલખી યાત્રા યોજવામાં આવી હતી જેમાં વ્યારા નાયી સમાજ ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં ,જે પાલખી યાત્રાનું સમાપન ઔદિચ્યાં બ્રહ્મસમાજની વાડી ખાતે થયું હતું જ્યાં ભગવાન સત્યનારાયણની કથા કરી સમાજના તેજસ્વી તારલાઓ પ્રોત્સાહિત ગિફ્ટ સમાજના આગેવાનો નાં હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું.

વ્યારા નગરમાં વર્ષોથી વસવાટ કરતા મહારાષ્ટ્રીયન નાયી સમાજ દ્વારા શ્રી સંત શિરોમણી સંતસેના મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વ્યારા ના વૃંદાવન ધામ સોસાયટી ખાતે રહેતા રાજેશભાઈ નિકમ ના ઘરે થી શ્રી સંતસેના મહારાજની પાલખી યાત્રા યોજવામાં આવી હતી જેમાં નાયી સમાજ ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પાલખી યાત્રા દરમિયાન નાયી સમાજ ના લોકો દ્વારા ભજન કીર્તન કરી પાલખી યાત્રાનું સમાપન ઔદિચ્યાં બ્રહ્મસમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં નાયી સમાજ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી અને ત્યારબાદ સમાજના તેજસ્વી તારલાઓનું અને સમાજના દાતાઓનું સમાજના આગેવાનો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સંતસેના નાયી સમાજ ના પ્રમુખ એકનાથભાઈ બોરસે એ ઉદ્ભભોદન કરતાં કહ્યું હતું કે નાયી સમાજ સંગઠિત , શિક્ષિત અને પ્રગતિશીલ રહે અને સમાજના દરેક કાર્યમાં સૌનો સાથ સહકાર હંમેશા રહે તેવું જણાવ્યું હતું  શ્રી સંતસેના મહારાજની  પુણ્યતિથિનાં પ્રસંગે મહાપ્રસાદી અયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ શ્રી એકનાથભાઈ બોરસે, ઉપપ્રમુખ વસંતભાઈ સૂર્યવંશી સહિત સમાજના મંત્રી, સહમંત્રી, ખજાંચી, કમિટીના સભ્યો અને નાયી સમાજ ના સેવાકીય ગ્રુપના સભ્યોએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી સફળ બનાવ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post