નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં ચાર દિવસમાં ત્રણ સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં દેડીયાપાડા બદનામ થયું છે, દેડીયાપાડા પોલીસ ચોપડે નોંધાયેલ ત્રીજી ફરિયાદ મુજબ તા. 3 સપ્ટેમ્બરના રોજ ઢોર ચારવા ગયેલી 16 વર્ષીય સગીર બાળા ઉપર ચાર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે, જેને લઈ ડેડીયાપાડ પોલીસે આરોપીઓની તાત્કાલિક સગવડ મેળવી તેમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
દેડિયાપાડામાં ચાર દિવસમાં સગીરા પર બળાત્કાર ની ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં પહેલી ઘટના ની ફરિયાદ તા. 31 ઓગસ્ટના રોજ નોંધાઇ હતી જેમાં કાબરીપઠાર ગામના નરાધમ શખ્સે માત્ર 8 વર્ષની નાની બાળકીની ફૂલ સમી કાયાને ચૂંથી નાખી હતી, જ્યારે બીજી ઘટેલી ઘટના ની ફરિયાદ તા. 2 સપ્ટેમ્બર નોંધાઇ હતી, એ ઘટનામાં હેવાન બનેલા સગા બાપે પોતાની માસૂમ 11 વર્ષીય દિકરી ની ઉપર સતત ચાર વર્ષ સુધી અમાનુષી અત્યાચાર કરી 7 માસની ગર્ભવતી કરી દીધી હતી.
જ્યારે ત્રીજી બનેલી બળાત્કારની ઘટનામાં તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા તેના ગામની સીમમાં ઢોરો ચારવા ગઈ હતી જ્યાં સગીરાને એકલી જોઈ 4 જેટલા હવસખોરો નામે અલ્પેશ રાયસિંગ વસાવા, ખુમાનસિંહ સુરેશ વસાવા, તેમજ નિલેશ રમેશ વસાવા, તથા ગોવનજી રડવીયા વસાવા તમામ રહે. બંટાવાડી તા.દેડીયાપાડા, જિ.નર્મદાના ત્યાં ધસી આવ્યા હતા અને સગીરાનો એકલતાનો લાભ લઇ ઉદ્ધતા પૂર્વક વર્તન કરી એક સાથે 4 નરાધમોએ તેના ઉપર નિર્દયતા પૂર્વક સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.
બનેલી ઘટનાને પગલે ભોગ બનનાર સગીરાના પિતા ચારેય નરાધમો વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દેડીયાપાડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.જે.પંડ્યા એ આરોપીઓ સામે આઇપીસી કલમ 376 અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીઓનું લોકેશન મેળવી તમામ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590